વડાપ્રધાન મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશેવડાપ્રધાનના આગમનના પગલે તેમની કાર્યક્રમના તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી, સાથે જ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યુ

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેમના ગુજરાત પ્રવાસ પણ વધારી દીધા છે. આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના પગલે ગુજરાતમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનના પગલે તેમની કાર્યક્રમના તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સાથે જ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે.
વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચુક ન રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ રહી છે. જામનગરમાં વડાપ્રધાન સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત પીએમ મોદી ગાંધીનગર કંન્ટ્રોલરૂમની પણ મુલાકાત લેશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠામાં બનાસડેરીના નવા સંકૂલનું ઉદ્ધાટન કરી મહિલાઓને સંબોધિત કરશે. જેને લઈને બનાસકાંઠામાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો દાહોદમાં પણ વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ છે. જેને લઈને આસપાસના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે. સાથે જ ડોગ સ્ક્વોર્ડની મદદથી પણ ચેકિંગ કરાઈ રહ્યું છે.