પીએમ નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે .

પીએમ નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે . ત્યારે તેઓની સાથે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ પણ આવશે.પીએમ મોદી આજે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ખાતમુહૂર્ત કરશે.આજે સાંજે 5:30 વાગ્યે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવશે . ત્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવશે ત્યારે રાજ્યપાલ , મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરશે . ત્યારબાદ એરપોર્ટથી તાજ સર્કલ , ઇન્દિરાબ્રિજ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે . ત્રણ દિવસના પ્રવાસમાં વડાપ્રધાન રૂપિયા 22,600 કરોડનાં વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે