આજરોજ તા.૧૭-૦૪-૨૨ ઓખા સ્વ. શ્રી રમણીકલાલ. એમ. દવે ના સ્મરણાર્થે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું દવે પરીવાર દ્વારા આયોજન

 રમણીકભાઇ દવે રેલ્વે રિટાયર્ડ ઓફિસર તેમજ રેલ્વે પેંશનર્સ એસોસિઅન ના પ્રમુખશ્રી હતા, અને પેંશનરો ની અવિરત સેવા કરતા હતા.

આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી દવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ માં જગદીશભાઈ શાસ્ત્રી શ્રી,ઓખા નગરપાલિકા ના પ્રમુખશ્રી ઉષાબેન ગોહિલ, શ્રી સુરેશભાઈ ગોહિલ, શિક્ષણ સમિતિ ના ચેરપર્સન શ્રી દક્ષાબેન થોભાણી, શ્રી સુભાષભાઇ થોભાણી, કોર્પોરેટર શ્રી સીમાબેન માણેક, સાવિત્રીબેન, શ્રી સોનલબેન,શ્રી વિમલભાઈ, વાડી ના ટ્રસ્ટી રમેશભાઈ જોશી, શ્રી નીરુભાઈ જોશી, શ્રી ભરતભાઈ બુજડ, શ્રી બિપીનભાઈ મહેતા, શ્રી કેતનભાઈ હેરમાં,શ્રી દિલીપભાઈ ગોપાત,શ્રી લાલા ભાઇ, આશિષભાઇ, ચંદનભાઈ, શ્રી મનુભાઈ ધોકાઈ, મીનાબેન ધોકાઈ,શ્રી રમેશભાઈ ડાભી, વગેરે અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માં નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક દવા નો લાભ 200 જેટલાં દર્દીઓ એ લીધેલ હતો. રાજકોટ ના ડોક્ટર કાર્તિક અઢિયા એ આ કેમ્પ માં સેવા આપી હતી.
આ કેમ્પ સ્વ. રમણીકલાલ દવે ના સ્મારણાર્થે-શ્રી દેવીલાબેન રમણીકલાલ દવે,રાજેશકુમાર આર દવે,
પૂજા આર દવે,નિહાલ દવે, કૃણાલ દવે -દવે પરીવાર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો