ચૂંટણી પછી ઉપલા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી જશેનવી દિલ્હી,તા.૪: વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજયસભામાં પણ કોંગ્રેસ માટે સંકટની સ્થિતિ સર્જાઈ છે. રાજયસભાની આગામી ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં કોંગ્રેસની સંખ્યા ઘટી જશે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે કોંગ્રેસનો ભૌગોલિક ગ્રાફ પણ હવે સંકોચાઈ રહ્યો છે. હવે ૧૭ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજયસભામાં કોંગ્રેસનો કોઈ પ્રતિનિધિ નહીં હોય.
માર્ચના અંતમાં રાજયસભામાં કોંગ્રેસના ૩૩ સાંસદો હતા. એ.કે.એન્ટની સહિત ચાર સભ્યો નિવૃત્ત થયા છે. તે જ સમયે, વધુ ૯ સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થશે. નિવૃત્ત થયેલાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી બાદ રાજયસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને વધુમાં વધુ ૩૦ સભ્યો થઈ જશે