વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છ આવેલા રાજકોટના જેઠવા(મોચી) પરિવારની કાર પલ્ટી જતાં પરિવારના વડીલ એવા ૭૨ વર્ષીય વૃદ્ધા મોત થયું હતું. આ અંગે અનિલ જયંતીભાઈ જેઠવાએ લખાયેલી પોલીસ ફરિયાદ અનુસાર રાપર તાલુકાના ખીરઈ પાસે તેમની કાર પલ્ટી મારી ગઈ હતી. પુત્ર રાજ અનિલ જેઠવા કાર ચલાવી રહ્યો હતો. ત્યારે કાબૂ ગુમાવતાં કાર પલ્ટી મારી જતાં ૭૨ વર્ષીય દમયંતીબેન જયંતીભાઈ જેઠવા નું અરેરાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચલાવતા પુત્ર રાજ અને ફરિયાદી અનિલભાઈ તેમ જ એમના પત્ની ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે રાજ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.