જિલ્લાના ઉપલેટા નીલાખા ગામે ગઈકાલે રાત્રિના ૯ જેટલા શખ્સોએ કુહાડી લોખંડના પાઇપ અને લાકડી વડે પિતા-પુત્ર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતા-પુત્ર અને ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બાદમાં ઉપલેટા પોલીસે હુમલા કરનારા ૯ જેટલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે ચૂંટણીમાં ઊભા રહેવા બાબતે મનદુઃખ થવાથી ખાર રાખી પિતા-પુત્ર ઉપર ૯ શખ્સોએ લોખંડના પાઈપથી આરોપી ઉપર તૂટી પડ્યા હતા ફરિયાદી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ હું મારા દ્યરેથી જમીને બજાર માં બેસવા માટે ગયો હતો ત્યારે આશરે સાડા નવ વાગ્યે મારા પપ્પા કાળાભાઈ ઉર્ફ નટુભાઈ હમીરભાઇ હુંબલ મારા ઘરેથી અમારી વાડીએ જતા હતા ત્યારે મારા પપ્પા ગરબી ચોક પાસે પહોંચતા ત્યાં સામેની ગલીમાં માંથી વિક્રમભાઈ વિભાભાઈ જલુ જેના હાથમાં કુહાડી હતી તે મારા પપ્પા કારા ભાઈને માથામાં દ્યા મારી દીધો હતો બાવનજી વિભાગમાંથી જલુના હાથમાં લોખંડની પાઇપ હતો અને પાઈપમારા પપ્પાને આડેધડ મારવા લાગ્યા હતા રમેશ વીભાભાઈના પણ હાથમાં લોખંડનો પાઈપ હોય તે પણ આડેધડ મારા પપ્પાને મારતા હતા