આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આરકે સ્‍ટુડિયોમાં ૧૭ એપ્રિલે બંધાશે લગ્નના બંધનમાંફક્‍ત પરિવારના સભ્‍યો, મિત્રો અને નજીકના લોકો જ હાજરી આપશે

ફક્‍ત પરિવારના સભ્‍યો, મિત્રો અને નજીકના લોકો જ હાજરી આપશે: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડના ફેવરિટ કપલ્‍સમાંથી એક છે. તેમના શાનદાર પ્રોજેક્‍ટ્‍સ સિવાય આ હોટફેવરિટ કપલ તેમના લગ્નના સમાચારોને લઈને ચર્ચાઓમાં રહે છે. જો એક નવી રિપોર્ટ્‍સ પર નજર કરીએ તો રણબીર અને આલિયા ૧૭ એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ જશે. રિપોર્ટ્‍સમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ચેમ્‍બુર, મુંબઈમાં આરકે સ્‍ટુડિયો તેમની ઈન્‍ટિમેટ વેડિંગનું સ્‍થળ રહેશે, જેમાં ફક્‍ત પરિવારના સભ્‍યો, મિત્રો અને નજીકના લોકો જ હાજરી આપશે.સુત્રોએ જણાવ્‍યું હતું કે, આલિયાના દાદા એન રાઝદાન તેને રણબીર સાથે લગ્ન કરતા જોવા માંગતા હતા. આમ ૧૭ એપ્રિલના રોજ લગ્નનું ખાનગી રીતે આયોજન કરવામાં આવ્‍યું છે, જે માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં યોજાશે. આ સમારોહ આરકે સ્‍ટુડિયોમાં યોજાશે અને હજુ સુધી કંઈપણ મોટું આયોજન કરવામાં આવ્‍યું નથી.
વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે, આ ફંક્‍શનમાં અતિશય એક્‍સાઈટેડ થવાની જરૂર નથી કેમ કે બંને પરિવારો માટે રણબીર અને આલિયા પહેલાથી જ પરિણીત છે. આલિયાના દાદાની ઈચ્‍છા પૂરી કરવા માટે આ એક નાનકડું ગેટ-ટુગેધર અને સેલિબ્રેશન છે.
જો કે હજુ સુધી આ અંગે કોઈ પિશિયલ કન્‍ફોર્મેશન આપવામાં આવ્‍યું નથી, છતા પણ ફેન્‍સ આ સ્‍ટાર કપલના લગ્નના બંધનમાં બંધાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
હાલના જ એક ઇન્‍ટરવ્‍યુમાં રણબીર કપૂરે પણ તેના લગ્નની તારીખ વિશેના પ્રશ્નનો જવાબ આપ્‍યો અને ખુલાસો કર્યો કે તેમના લગ્ન ટૂંક સમયમાં થશે. તારીખ વિશે પૂછતા રણબીરે જવાબ આપ્‍યો કે, મને પાગલ કૂતરુ નથી કરડ્‍યુ કે હું મીડિયાને તારીખ જાહેર કરીશ. આલિયા અને હું બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. હું આશા રાખું છું કે તે જલ્‍દી થાય.
વર્ક ફ્રન