ખેડૂતો દ્વારા ખેતીની જમીનને નુકસાન મામલે પ્રાંત કચેરીએ આવેદન અપાયું , સ્થાનિકોને નોકરીની પણ માંગ

દ્વારકાની મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કંપનીની બહાર ઠલવાતું કેમિકલયુક્ત લીંબડી તેમજ કેમિકલયુક્ત પાણી ખુલ્લી નાલી દ્વારા બહાર ઠલવવામાં આવે છે જેના કારણે પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ખેડુતો દ્વારા પ્રાંચ કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યુ હતુ .મીઠાપુર પંથકમાં સ્થિત ટાટા કંપનીની બાજુમાં આવેલા ઘડેચી , બાટીસા , હમુસર , પાડલી , ગોરીયારી , લાલસીંગપુર તથા મોજપના ખેડૂતો મંગળવારે પ્રાંત અધિકારી કચેરીએ લેખિત આવેદનમાં જણાવ્યા અનુસાર પાડલી , લાલસીંગપુર અને હમુસર ગામ વચ્ચેના વિસ્તારમાં આવેલા ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઝેરી કેમિકલયુક્ત લીંબડીના મોટા મોટા ક્યારાઓ બનાવવામાં આવેલ છેજેમાં કેમિકલ યુક્ત ઝેરી લીંબડી ભરવામાં આવે છે આ જે ઝેરી લીંબડી ક્યારામાં ભરતા તે જમીનમાં ઊતરી અને આજુબાજુના ખેતરોના કુવાઓ બોરવેલમાં ખારાશ આવી ગયેલ છે . અને દિનપ્રતિદિન વધુને વધુ ખારાસ ફેલાઈ રહેલ છે . જેથી ખેતીની જમીનો આ ખારાશને કારણે બરબાદ થઈ રહી છે . પાડલી , હમુસર , ભીમરાણા જેવા ગામોના જાહેર તળાવોના પાણી પીવાલાયક રહેલ નથી . તેમજ કેમિકલ યુક્ત ઝેરી પ્રવાહી અને લીંબડી 10 ફૂટ ઊંડી ખુલ્લી નાલીઓમાં નિકાસ કરવામાં આવતા એ કેમિકલયુક્ત પ્રવાહીના કારણે આજુબાજુના ખેડૂતોના જળ સ્ત્રોત અને જમીન ખારી થઈ ગઈ છે

જેના લીધે ત્યાં અનાજ ઉગતું બંધ થયું છે . જેથી તાત્કાલિક આ નાલીઓને સિમેન્ટ ક્રોકીટની બનાવી અને પેક કરવામાં આવે તથા આ કેમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તથા અહીના ખેતરો બરબાદ થતા અહી વસતા લોકો બેકાર થયા છે.જેથી નિયમોસર અહીં વસતા સ્થાનિક લોકોને નોકરીઓ આપવામાં આવે કેવી માંગ સાથે આવેદન આપ્યું હતું.પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા .