કટોકટી હટાવાની કરી જાહેરાત
અલ્પ મતમાં આવ્યા બાદ રાષ્ટ્રપતિનું એલાન
ભીષણ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજનૈતિક સંકટમાં પણ ગરમાવો થતો જોવા મળ્યો છે. સત્તારૂઢ ગઢબંધનના ડઝન સાંસદોએ સરકારનો સાથ છોડી દીધો છે. ૨ દિવસ પહેલા નિયૂક્ત કરેલા નવા નાણાંકીયᅠમંત્રી અલી સાબરીએ પણ ૨૪ કલાકની અંદર રાજીનામુ આપી દીધું. સરકારનાᅠઅલ્પમતમાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ જાહેરાત કરી છે કે તેઓ રાજીનામું આપશે નહીં અને સંસદમાં બહુમતી સાબિત કરનાર કોઈપણ પક્ષને સત્તા સોંપવા તૈયાર છે.
એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ તેમના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષેના સ્થાને નવા વડા પ્રધાનની નિમણૂક કરી શકે છે અથવા મધ્યસત્ર ચૂંટણી યોજી શકે છે. ત્યાં ૨૦૨૨માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. સાબરીએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું, ‘વિચારણા કર્યા પછી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખ્યા પછી, હું હવે રાષ્ટ્રપતિને અભૂતપૂર્વ સંકટનો સામનો કરવા માટે નવા અને અસરકારક પગલાં લેવાની સલાહ આપું છું.' આ સમયે નવા નાણામંત્રીની નિમણૂક સહિતના બિનપરંપરાગત પગલાં લેવાની જરૂર છે. બાસિલ રાજપક્ષે, જેમને નાણા પ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, તે શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ગઠબંધનમાં અસંતોષના કેન્દ્રમાં હતા.
પૂર્વ રાજય મંત્રી નિમલ લાન્ઝાને ટાંકીને જણાવ્યું હતું કે સરકારને સમર્થન આપનારા ૫૦ થી વધુ સાંસદોએ મંગળવારે સંસદમાં સ્વતંત્ર જૂથ તરીકે કામ કરવાની જાહેરાત કરી હતી. તેમનું કહેવું છે કે સક્ષમ જૂથને સત્તા ન સોંપાય ત્યાં સુધી તેઓ આ ભૂમિકામાં રહેશે. ભૂતપૂર્વ પ્રધાન વિમલ વીરવંશે પણ જાહેરાત કરી હતી કે સરકારમાં ૧૦ પક્ષોના સાંસદો ગઠબંધન છોડી દેશે. શ્રીલંકાની સંસદનું ચાર દિવસીય સત્ર મંગળવારથી શ