પોતાના અભિનય અને પોતાના પાત્રથી લોકોના દિલો પર રાજ કરનાર રણબીર કપૂર પણ ખાનદાની રઈસ છે. filmysiyappa.comના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2021 સુધી રણબીર કપૂર 330 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. રણબીર કપૂર એક ફિલ્મ માટે 7-8 કરોડ રૂપિયા લે છે. બ્રાંડ ઈડોર્સમેન્ટ માટે અભિનેતા 1 કરોડ રૂપિયા ફી વસૂલે છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પાસે કેટલી છે સંપત્તિ? આંકડો જાણી નહીં થાય વિશ્વાસ
બી ટાઉનના ફેવરેટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતાં. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. લગ્ન પહેલાની ઘણી તસવીરો સામે આવી હતી જે જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતાં. જોકે અહીં અમે તમને લગ્નની નહીં પરંતુ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સંપત્તિ અંગે જણાવીશું. જે જાણીને તમને ખબર પડશે કે બન્નેમાંથી સૌથી વધુ પૈસા કોની પાસે છે.શરૂઆત કરીએ છીએ આલિયા ભટ્ટથી. ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મારી રાતોરાત ફેમસ થઈ ગયેલ આલિયા ભટ્ટ કરોડો સંપત્તિની માલકિન છે. filmysiyappa.comના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2021 સુધી આલિયા ભટ્ટની પાસે 162 કરોડની કુલ સંપત્તિ છે. એક મહિનામાં આલિયા 60 લાખ રૂપિયાથી વધારે કમાણી કરે છે. આલિયા એક ફિલ્મ માટે 2-5 કરોડ રૂપિયા લે છે.આલિયા ભટ્ટને લક્ઝુરિયસ કાર્સનો બહુ જ શોખ છે. આલિયા પાસે Range Rover, Audi, BMW, Mercedes, Jaguar જેવી મોંઘી ગાડીઓનો કાફલો છે. જે પોતાના પાર્કિંગમાં પાર્ક હોય છે.રણબીર કપૂરની કુલ સંપત્તિ