મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લીંબુના ભાવ મા ફરી ઍકવાર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી મધ્યમ વર્ગ ના લોકો માટે ખુશીના સમાચાર છે. ભૂતકાળમાં લીંબુના ભાવમાં વધારો થયા બાદ દેશના બજારમાં લીંબુ 400 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. ત્યારે હવે એપ્રિલના બીજા સપ્તાહમાં દિલ્હી સહિત દેશના મોટા શહેરમાં લીંબુના ભાવમાં ઘટાડો નોંધાયો છે.ત્યારે લીંબૂના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં એશિયા ની સૌથી મોટા ફળ શાકભાજી બજાર માં લીંબુ ના ભાવમાં ઘટાડો નોંધાયો છે.શુક્રવારે મોટા લીંબુના ભાવ 100 થી 110 રૂપિયા રહ્યા હતા જ્યારે નાના લીંબુના ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાય રહ્યા હતા. લીંબુના ભાવમાં 50 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, પહેલાં બજારમાં નાના લીંબુ નો ભાવ 110 રૂપિયા થી 120 રૂપિયા પછી ગયો હતો. અને મોટા લીંબુ નો ભાવ 200 રૂપિયા પહોંચી ગયો હતો.જેથી સામાન્ય જનતાને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો હતો. વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લીંબૂના ભાવમાં રાહત મળી છે. લીંબુના ભાવમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.જેથી ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઘણા સમયથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે લીંબુના ભાવમાં ઘટાડો નોંધાતા સામાન્ય જનતાને રાહત મળી છે.