અભિવાદન : એવરેસ્ટ સર કરનારા ડો . ચેતરિયાને આવકારવા લોકો ઉમટ્યા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના યુવા તબીબએ તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો .23 કલાકમાં એવરેસ્ટ અને લાહોત્સે એમ બે ઉંચા શિખર સર કરવાનો રેકોર્ડ સર્જતાં તથા એવરેસ્ટ બેઝ પર ગયા વગર સીધા એવરેસ્ટ ચડવાનો વિશ્વ રેકોર્ડ કરનાર તબીબ ખંભાળીયા પરત આવતા તેમનું રેલ્વે સ્ટેશને અદકેરૂ સ્વાગત થયું હતું.મોટી સંખ્યામાં નાગરિકો આગેવાનોએ પુષ્પવર્ષા કરીને હારથી તબીબને ઢાંકી દીધા હતા.પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું . ખંભાળિયાના માઉન્ટ એવરેસ્ટ સર કરનારા ડો.સોમાત ચેતરીયાને ખુલ્લી શણગારેલી જીપમાં બેસાડીને અભિવાદન કરતા રેલ્વે સ્ટેશનથી સોનલ માતાજીના મંદિર સુધી ડીજે તથા ઢોલ નગારા સાથે રેલી સ્વાગત સાથે નીકળી હતી તથા સોનલ માતાજીના મંદિરે સન્માન કાર્યક્રમ તથા ડો.સોમાત ચેતરીયાએ તેમના પ્રવાસ એવરેસ્ટના વર્ણનો કર્યા હતા .