ઓખામંડળની સગીર વિધાર્થિની પર દુષ્કર્મ ગુજારવા સબબ પરિણીત શિક્ષકને આજીવન કેદની સજા

થોડા વર્ષો પૂર્વે સામે આવી હતી ઘટના

ઓખા મંડળના મીઠાપુર ખાતેની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઈમોસ્નલી પ્રભાવમાં લીધા બાદ ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરવા બદલ સ્થાનિક શિક્ષકને સેશન્સ અદાલતે આરોપી ઠેરવી આજીવન કારાવાસ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારની એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી સગીર વયની એક વિદ્યાર્થીનીને શાળાના પરિણીત શિક્ષક સુલેમાન મુસા ઘુલાણીએ મોબાઈલ ફોનમાં ઈમોસ્નલ મેસેજ મારફતે માયાઝાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઓગસ્ટ- 2016 માસમાં તેને સગીર વિદ્યાર્થિનીને મેસેજ કરીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં શિક્ષકના ઘરના સભ્યો હાજર ન હોવાથી તેણે ઘરનો દરવાજો બંધ કરી, અને સગીરાને ઈમોશનલ વાતો કરી, "તું મને ખૂબ જ ગમે છે.તારા વગર હું રહી શકું તેમ નથી"- તેવી ઈમોશનલ વાતો કરી અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું..