એક્ટર રણવીર સિંહ અગાઉ બોલિવૂડ ફિલ્મ ‘રામ લીલા'માં ગુજરાતીના પાત્રમાં જોવા મળ્યો હતો અને હવે ‘જયેશભાઇ જોરદાર'માં પણ એક ગુજરાતીના રોલમાં જોવા મળશે, તે વિશે વાત કરતા રણવીરે કહ્યું કે ‘મને ગુજરાત પ્રત્યે પ્રેમ છે અને તેમાં પણ ખાસ કરીને મને ગુજરાતની સંસ્કૃતિ ખૂબ જ પસંદ છે. જયારે મેં ‘રામ લીલા' ફિલ્મમાં ગુજરાતી છોકરાનો રોલ કર્યો ત્યારે આખા વિશ્વમાં રહેતા તમામ ગુજરાતીઓ તરફથી મને અઢળક પ્રેમ મળ્યો હતો. હું આજે પણ જયારે કોઈ ગુજરાતીને મળું ત્યારે તેઓ ‘રામ લીલા'માં ભજવેલા મારા ગુજરાતી રોલને યાદ કરતા હોય છે. હું આશા રાખું છું કે ગુજરાતીઓને ‘જયેશભાઇ જોરદાર'નો મારો ગુજરાતી તરીકેનો રોલ ખૂબ જ પસંદ આવશે.
‘જયેશભાઇ જોરદાર' વિશે વાત કરતા એક્ટર રણવીર સિંહે કહ્યું કે, એક દિવસ મને આદિત્ય ચોપરાનો ફોન આવ્યો અને કહ્યું કે એક ચમત્કારી સ્ક્રિપ્ટ મળી છે. હું ઈચ્છું છું કે તું આ સ્ક્રિપ્ટ સાંભળે. હું આ સ્ક્રિપ્ટ સાંભળવા માટે પહોંચ્યો. દિવ્યાંગ ઠક્કર તદ્દન નવો છે અને અગાઉ ક્યારેય ડિરેક્શન નહોત