જામનગરમાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના લોક ડાયરામાં પૈસાનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા ,

જામનગરમાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના લોક ડાયરામાં પૈસાનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા , હાર્દિક પટેલ અને અનેક રાજનેતાઓએ હકુભા પર કર્યો પૈસાનો વરસાદ .... જામનગર ના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાત ભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલા થી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે.તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાનભાઈ ગઢવી કિંજલબેન દવે, અને નિશાબેન બારોટના કંઠે થી રજૂ થયેલા લોકસંગીત અને દાંડીયારાસના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો, અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.