પતિ - પત્ની ઔર વો : ખંભાળીયાના વાડીનારમાં પત્ની સાથે અફેરની ના પાડતા આરોપીએ પતિને માર માર્યો

પરિણીતાના અનૈતિક સંબંધોને લીધે પતિ - પત્ની વચ્ચે માથાકૂટ થતા પત્ની રીસામણે ચાલી ગઈ આરોપી વિરૂદ્ધ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ દેવભૂમિ દ્વારકાના વાડીનાર ગામે પત્ની સાથે અફેર ધરાવતા શખ્સને ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ પતિ પર હુમલો કરી માર માર્યો હતો . જેને લઈ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છેખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સફાઈ કામદાર તરીકે નોકરી કરતા એક યુવાનને અન્ય એક શખ્સ માર મારી ધમકી આપી હોવાની વાડીનાર મરીન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે . ઘાયલ યુવાનની પત્ની સાથે આરોપીને અનૈતિક સંબંધ હોય આ સંબંધ તોડી નાખવા માટે યુવાને કહેતા આરોપીએ હુમલો કરી માર માર્યો હતો . પરિણીતાના અનૈતિક સંબંધોને લીધે પતિ - પત્ની વચ્ચે માથાકૂટ થતા પત્ની રીસામણે ચાલી ગઈ હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે .અનૈતિક સંબંધની આડમાં અનેક ઘરસંસાર પડી ભાંગ્યા છે . અનેક દંપતીઓ છુટા પડ્યા હોવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે . ત્યારે પતિ - પત્ની અને વો જેવા કિસ્સામાં થયેલી મારામારીનો એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ગામેથી સામે આવ્યો છે . જેમાં વાડીનાર ગામમાં રહેતા સફાઈ કામદાર પર આરોપી રાહુલ નટુભાઈ સોલંકી નામના આ જ ગામના શખ્સ હુમલો કરી માર માર્યો હતો . યુવાન સામે વાણીવિલાસ આચરી , લોખંડના પાઇપના ઘા મારી , આરોપીએ નાકની ઉપર તથા આંખની ઉપરના ભાગે સામાન્ય ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી .આ બનાવમાં એક મહિલાને પણ આરોપીએ ધક્કો મારી દેતાં તેઓને પણ મુંઢ ઈજા પહોંચી હતી . હુમલો કરી આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો . આ બનાવ બાદ સારવાર લઇ યુવાને આરોપી રાહુલ સામે વાડીનાર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી . પોતાની પત્ની વચ્ચે થયલી માથાકૂટમાં આરોપીની ભુમિકાનો આરોપ લગાવાયો છે . માથાકૂટના કારણે પત્ની રીસામણે ચાલી ગઇ હતી . આરોપીને ઘાયલ યુવાનની પત્ની સાથે અફેર હોવાથી પતિ - પત્ની વચ્ચે માથાકૂટ થતી રહેતી હતી . ઘાયલ યુવાને આરોપીને પોતાની પત્ની સાથે અફેર રાખવાની ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે . પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે .