મહિલાના પ્રથમ લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા : તે તેના પહેલા પતિ સાથે માત્ર એક વર્ષ જ રહી હતી, ત્યારબાદ તેણે છૂટાછેડા લીધા હતા : મહિલાના અગાઉ ૩-૩ લગ્ન થયા છેમધ્યપ્રદેશના સિંગરૌલીમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા તેના કરતાં અડધી ઉંમરના છોકરા સાથે ભાગી ગઈ હતી. માહિતી અનુસાર, મહિલાની ઉંમર ૩૨ વર્ષ છે, જયારે સગીર છોકરાની ઉંમર ૧૬ વર્ષ છે. મામલો સિંગરૌલીના ખુટાર ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ સાથે જ માતા-પિતા સગીર પુત્રને શોધવા પોલીસ-વહીવટી તંત્રના દ્વાર ખખડાવી રહ્યા છે.
ખુતરના રહેવાસી કમલેશ શાહના પુત્ર, જે ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે, તેના લગ્ન સરપંચના આદેશ પર ૩૨ વર્ષીય મહિલા સાથે કરવામાં આવ્યા હતા જયારે તે હાજર ન હતો. સગીરના પિતા કમલેશનું કહેવું છે કે તેમના પુત્રની ઉંમર માત્ર ૧૬ વર્ષ ૪ મહિના છે. લગ્ન બાદ મહિલા તેના સગીર પતિ સાથે પાંચ દિવસ સુધી સાસરિયામાં રહી હતી. જે બાદ ૩ મેના રોજ મહિલાએ તેના સગીર પતિ સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ પીડિતાના પિતાએ પોલીસ-પ્રશાસન તરફથી બાળ કલ્યાણ સમિતિને ફરિયાદ આપીને મામલાની જાણકારી આપી છે. આ પછી સિંગરૌલી કલેક્ટર રાજીવ રંજન મીણાએ એસડીએમ ઋષિ પવારના નેતૃત્વમાં એક ટીમની રચના કરી છે અને તપાસના નિર્દેશ આપ્યા છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસડીએમએ સગીરના માતા-પિતાના નિવેદનો નોંધ્યા હતા. ત્યાં શાળાએ જઈને માહિતી પણ એકઠી કરી. જણાવી દઈએ કે લગ્ન કરનાર મહિલા ખુટાર ગામની રહેવાસી છે. મહિલાના પ્રથમ લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. તે તેના પહેલા પતિ સાથે માત્ર એક વર્ષ જ રહી હતી, ત્યારબાદ તેણે છૂટાછેડા લીધા હતા. ત્યારથી તે ખુતારમાં તેના મામાના ઘરે રહેતી હતી.
આ પછી મહિલાએ ઉત્તર પ્રદેશમાં બીજા લગ્ન કર્યા, પરંતુ મતભેદોને કારણે તે બીજા પતિ સાથે પણ રહી શકી નહીં અને આવીને પોતાના ગામ ખુતારમાં રહેવા લાગી. અહીં મહિલા પાડોશી છોકરા સાથે લગ્નની જીદ કરીને સરપંચ પાસે પહોંચી હતી. સરપંચે ગ્રા