દેશમાં આકરી ગરમી શરૂ થતાની સાથે જ લીંબુની અછત પણ ઉભી થઈ છે. લીંબુએ સામાન્ય માણસના રસોડાના સ્વાદને વધુ ખાટો બનાવી દીધો છે. લોકો લીંબુ ખરીદી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘણી જગ્યાએથી એવા અહેવાલો આવ્યા હતા કે લીંબુને લઈને બંને પક્ષો વચ્ચે લડાઈ થઈ હતી. યુપીના ગાઝિયાબાદમાં શિકંજી પર થયેલા વિવાદમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો. આવા જ એક સમાચાર ગુજરાતના પાટણથી સામે આવ્યા છે.
પાટણમાં પણ એક લીંબુએ બે પરિવારો વચ્ચે ખટાશનું કામ કર્યું છે. જિલ્લાના હારીજ તાલુકાના કડી ગામમાં લીંબુને લઈને બે પક્ષો વચ્ચે ઝદ્યડો થયો અને પછી વિવાદ એટલો વધી ગયો કે મારામારી પણ થઈ ગઈ. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.