ભારતે ઘઉં પછી હવે કુવૈતને કંટેનર ભરીને ગાયનું છાણને મોકલી દીધુ

ભારતના છાણનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી ઓર્ડર: છાણનો જથ્થો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી મોકલ્યોકુવૈતે ઘઉં પછી હવે ભારત પાસે મોટી સંખ્યામાં ગાયનું છાણ મંગાવ્યુ છે. ભારતે કંટેનર ભરીને છાણને મોકલી દીધુ છે. આ સાથે જ ભારત અને કુવૈતના વ્યાપારીક સબંધ સુધર્યા છે.
કુવૈતમાં ગાયના છાણનો ઉપયોગ ખજૂરની ખેતીમાં થાય છે. સાથે જ વૈજ્ઞાનિકોનો દાવો પણ છે કે તેનાથી ખજૂરની ઉપજ વધી ગઇ છે. તે બાદ કુવૈતે ભારત પાસે ગાયનું છાણ મંગાવવાનો નિર્ણય કર્યો હતો. આ ભારતના છાણનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી ઓર્ડર છે, જેનો જથ્થો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી મોકલવામાં આવી રહ્યો છે. આ બે રાજ્યોએ કન્ટેનરને છાણથી ભરી દીધુ છે.
પૂર્વ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને સાંસદ રાધા મોહન સિંહે કાનપુરની ચંદ્રશેખર આઝાદ એગ્રીકલ્ચરલ યૂનિવર્સિટીમાં હાજરી આપી હતી. તે યૂનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા હતા. રાધા મોહન સિંહે દાવો કર્યો કે કુવૈતના કૃષિ વૈજ્ઞાનિકોને ખજૂરની ખેતીમાં ગાયનું છાણ ફાયદાકારક લાગ્યુ હતુ. તે બાદ કુવૈતે ભારતને ગાયના છાણનો ઓર્ડર આપ્યો હતો. આ પહેલા કુવૈત ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ દરમિયાન ભારત પાસે ઘઉંની માંગ કરી ચુક્યુ છે.
રાધા મોહન સિંહે કહ્યુ કે ભારત છાણનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે. કુવૈત પાસેથી ઓર્ડર મળ્યા બાદ ગાયના છાણના નિકાસની સંભાવના વધી ગઇ છે. હવે સરકાર પણ છાણના નિકાસ પર ફોકસ કરવાની રણનીતિ બનાવી રહી છે.
એક્સપોર્ટ ઓર્ડરના પ્રથમ જથ્થામાં કુવૈતને 192 મેટ્રિક ટન છાણ મોકલવામાં આવ્યુ છે. તેની પેકિંગ ટોંક રોડ, જયપુરના પિંજરાપોળ ગોશાળાના સનરાઇઝ ઓર્ગેનિક પાર્કમાં થઇ છે અને તેને કસ્ટમ ડિપાર્ટમેન્ટની નજરમાં પેક કરવામાં આવ્યુ છે. પેકિંગ બાદ છાણના કંટેનર્સને 15 જૂને કુવૈત માટે રવાના કરવામાં આવ્યુ છે. કંટેનર્સ રાજસ્થાનના કનકપુરા રેલ્વે સ્ટેશનથી મુંબઇ પહોચશે અને પછી તેને મુંબઇથી