:રાજ્યમાં સાબરકાંઠામાં અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી રહી છે. તારીખ 10 જુલાઇએ મધ્ય ગુજરાતમાં બારેમેઘ ખાંગા થવાની પૂરી સંભાવના છે. બીજી બાજુ મધ્ય ગુજરાતના પણ અનેક ભાગમાં ભારે વરસાદ પડશે. 11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે. તો 11 અને 12 જુલાઇએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે