દેવભૂમિ દ્વારકાસલાયા ખંભાળિયા રોડ ઉપર એસટી બસ રોડ નીચે ઉતરી જતા મુસાફરોના શ્વાસ અદ્ધર થયા મોટી દુર્ઘટના ટળી

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા ખંભાળિયા રોડ પર આજે બપોરના સુમારે એસટીની બસ સલાયા જઈ રહી હતી.ત્યાં કુબેર વિસોત્રી પાસે આવેલ ગોલાઈ નજીક બસ રોડની નીચે ઉતરી જતા એક તબક્કે અંદર બેઠેલા મુસાફરોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા, જો કે સદનસીબે બસ પલ્ટી ખાતા બચી. જાણવા મળતી વિગતો પ્રમાણે જે બસ રોડ નીચે ઉતરી ગઈ તેમાં વધુ પડતાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનો હતા બસમાં સવાર તમામ ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા મહત્વનું છે કે જે સ્થળે આજે એસટી બસનો અકસ્માત થયો ત્યાં થોડા દિવસો પૂર્વે એક પેટ્રોલનું ટેન્કર પલ્ટી ચુક્યું હતું.