રાસાયણિક દુર્ઘટનાઓનાં ‘ટાઇમબોંબ' ઉપર બેઠુ છે ગુજરાત પ વર્ષમાં ૧૨૩૯ મોતઃ શ્રમિકોના મોત મામલે દેશમાં પ્રથમ

રાસાયણિક દુર્ઘટનાઓનાં ‘ટાઇમબોંબ' ઉપર બેઠુ છે ગુજરાત પ વર્ષમાં ૧૨૩૯ મોતઃ શ્રમિકોના મોત મામલે દેશમાં પ્રથમ

લોકડાઉન પછી બે મહિનામાં ૩૦ થી વધુ દુર્ઘટનામાં ૭૫ શ્રમિકોના મોત


નવી દિલ્‍હી, તા.૧૨: ભોપાલ ગેસ દુર્ઘટના ઇતિહાસની સૌથી ખતરનાક રાસાયણિક દુર્ઘટના છે. તેમાં ૩૦૦૦ થી વધારે લોકો મર્યા હતા અને લાખો લોકો હજુ પણ ગેસની ખરાબ અસરથી પિડીત છે. ગુજરાતમાં સતત થઇ રહેલી આવી દુર્ઘટનાઓ તેમાંથી પાઠ લેવાનો સંકેત આપે છે પણ કરવામાં આવતા સુધારાઓ પુરતા નથી.
ગુજરાતમાં લોકડાઉન પછી બે મહિનામાં ૩૦ થી વધારે દુઘર્ટનાઓ થઇ જેમાં ૭૫ થી વધારે મજૂરોના મોત થયા પણ સુધારાઓ નથી થયા. ૨૦૨૨ના જાન્‍યુઆરી સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત થયેલ દૂર્ઘટનાઓ અને ઝેરીલા રસાયણોના દુષ્‍પ્રભાવથી લગભગ ૧૨૩૯ શ્રમિકોના મોત થઇ ચૂકયા છે અને ૧૦ હજારથી વધારે ઘાઠલ અને અસરગ્રસ્‍ત થયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણાથી દક્ષિણ ગુજરાતના વાપી સુધીના ગોલ્‍ડન કોરીડોર પર આવેલા સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા વગેરેની ફેકટરીઓમાં મોત દેશના કુલ મોતના ૪૨ ટકા છે. આ તો ફકત સરકારી રેકોર્ડમાં નોંધાયેલ આંકડા છે. આ ઉપરાંત ઔદ્યોગીક શહેર અને વસ્‍તીીીઓમાં લોખો લોકો રાસાયણીક ધુમાડા અને ગેસનો દુષ્‍પ્રભાવ ભોગવી રહ્યા છે.
ગત દિવસોમાં સુરતના સચિન વિસ્‍તારમાં ઝેરી ગેસથી છ શ્રમિકોના મોત અને ૨૫ લોકો ગેસની અસરમાં આવવાનો તાજો કિસ્‍સે અને અન્‍ય દુર્ઘટનાઓ ગુજરાત માટે ખતરાની ઘંટી છે. સાવચેત ના  થયા તો ગુજરાતમાં પણ ભોપાલ ગેસ કાંડ જેવી દુર્ઘટના થઇ શકે છે. ફેકટરીઓમાં કેમીકલ બ્‍લાસ્‍ટ, શ્રમિકોના મોત ગુજરાતમાં જાણે ઉદ્યોગોનો એક ભાગ બની ગયો છે

દુર્ઘટનાના આ છે મુખ્‍ય કારણ
* અનુમાન અનુસાર, ૭૩ ટકા દુર્ઘટનાઓ ટેકનીકલ, ૨૩ ટકા સંગઠનાત્‍મક અને ૪ ટકા અગમ્‍ય કારણોસર થાય છે.
* એકમોની તપાસ માટે સરકાર પાસે ૫૦ ટકા કર્મચારીઓ પણ નથી. ઞ્જ ફેકટ્રી ઇન્‍સ્‍પેકશનનું કામ ફકત કાગળ પર
* રાજયની ૩૨૦૦૦ મોટી ફેકટરીઓથી ૨-૪ હજાર ફેકટરીઓના બોયસર, પ્રેશર પાર્ટ, ફાયર અને સેફટીનું ઇન્‍સ્‍પેકશન માંડ થઇ શકે છે.
* સરકાર ગમે તેની હોય દાનની પ્રથા પણ બેદરકારીને પ્રોત્‍સાહન આપે છે. ઞ્જ રાસાયણીક દુર્ઘટનાઓ બાબતે અપૂરતી માહિતી અને ડેટા

ચાર શહેરો પર ગમે ત્‍યારે સંકટ
સુરત, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્‍વર, દહેજ હજીરા, વાપી, સેલવાસ સહિત અન્‍ય વિસ્‍તારો ભેગા કરીએ તો દેશમાં સૌથી મોટું ઔદ્યોગિકક્ષેત્ર ગુજરાતનું છે અને ફેકટરીઓ મોતના દેશના આંકડામાં ૪૨ ટકા હિસ્‍સે આ વિસ્‍તારોનો જ છે. સુરતની સચિન જીઆઇડીસીમાં જ લગભગ ૫૦ જેટલી ટેક્ષટાઇલ ડાઇંગ -પ્રિન્‍ટીંગ મીલ અને ૪૦ થી વધારે કેમીકલ યુનિટ તથા સેંકડો પાવરલૂમ યુનિટ છે. અનિવાર્ય કોમન એકયુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટમાં ખતરનાક કેમિકલને શુધ્‍ધ કર્યા વગર જ ઝેરી રસાયણો નદી, નાળા, ખેતરો અને રહેવાસી વિસ્‍તારો તથા શહેરોના સીવરેઝમાં છોડાઇ રહ્યા છે. દરરોજ રસાયણિક વેસ્‍ટન સરેરાશ પ થી ૧૦ ટેન્‍કર ગેરકાયદેસર રીતે ખાલી કરવામાં આવે છે.