ગધેડીની ગોદભરાઈની રસમ, આશ્ચર્ય ના પામતા આ વાત સાચી છે

ગધેડીની ગોદભરાઈની રસમ, આશ્ચર્ય ના પામતા આ વાત સાચી છે 

દેશમાં પ્રથમ વખત 

આપણે માનવીઓ પરિવારમાં આવનાર નવા બાળક ને વધાવવા ગર્ભ ધારણ કરેલ ભાવિ માતાનું ગર્ભસીમંત સંસ્કાર (ગોદભરાઈ) ની પવિત્ર વિધિ કરીએ છે, શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ (સીમંત) પણ કરવામાં હોય. હા, આ વાત છે સૌરાષ્ટ્રના હાલારી ગધેડીની ગોદભરાઈની.હાલારી ગધેડા જે ભારત દેશની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદ છે. જે સૌરાષ્ટ્ર હાલાર પંથક (જામનગર, દવારીકા જિલ્લામાં)માં જોવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત 439 બચી છે, જે હવે બિલકુલ લુપ્ત થવાને આરે છે. આ ગધેડાંને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે સહજીવન સંસ્થા-ભુજ દવારા હાલાર પંથકના  માલધારીઓ સાથે હાલારી ગધેડાના સંરક્ષણ માટે કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં માલધારી સમાજની બહેનોએ તેમની પરંપરા મુજબ જેમ પોતાના પરિવારમાં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.


આ વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામ ખાતે યોજવામાં આવી હતી. ગર્ભવતી ગધેડાની ગોદભરાઈ વીડી કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌ પ્રથમ ઘટના બની હતી. આ કાર્યક્રમમાં 33 જેટલી હાલારી માદા ગધેડીઓએ ભાગ લીધો હતો. બહેનોએ ગર્ભવતી ગધેડીને સાજ શણગાર કરી, પૂજાવિધિ કરી, વિધિવત રીતે પોંખીને ગોદભરાઈ વિધિ કરી હતી, કચ્છ જિલ્લામાં પણ હાલારી ગધેડાની સંખ્યા નહિવત સંખ્યા જોવા મળે છે, કેટલાક કુંભાર પરિવારો હાલારી ગધેડા રાખે છે, હાલારી ગધેડા નું દૂધ દેશ ની અન્ય તમામ ગધેડાની પ્રજાતિઓ કરતા ઔષદીય રીતે  સૌથી વધારી પૌષ્ટિક હોઈ અને પ્રતિ લીટર રૂપિયા 1000 થી વધુ ઉપજવાની સંભાવના હોઈ સહજીવન સંસ્થા દવારા હાલારી ગધેડાના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે તેવું પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું છે.