છેલ્લી ઓવરોમાં મહેન્દ્ર સિંહ ધોનીની તોફાની બેટિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ પરિણામ પછી CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજા તેની સામે ઝૂકી ગયા. આ સાથે અંબાતી રાયડુએ પણ એમએસ ધોનીની ફિનિશિંગ રમત જોઈને હાથ જોડ્યા હતા. મેચના પરિણામ બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ખેલાડીઓ પણ ધોનીની રમતના ફેન બની ગયા હતા. CSK કેમ્પ સંપૂર્ણપણે ધોનીના સન્માનમાં જોવા મળતો હતો. મુંબઈ ઈન્ડિયન્સે મેચ પર કબજો જમાવી હતી પરંતુ છેલ્લી ઓવરો જીતવામાં માહેર એવા એમ એસ ધોનીએ અંતમાં એ જ જૂની રમત બતાવી હતી અને ચેન્નાઈને જીતાડ્યુ હતુ.
મેચ જીતીને ધોની જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેને નમીને સલામ આપી હતી. CSKના કેપ્ટને જાડેજાએ આ રીતે, ધોનીનો એક પ્રકારે મેચ જીતાડવા બદલ આભાર માન્યો હતો. ટીમના સિનિયર બેટ્સમેન અંબાતી રાયડુ પણ આ જ અંદાજમાં જોવા મળ્યો હતો. ધોની સાથે હાથ મિલાવતા પહેલા તેણે બન્ને હાથ જોડીને બતાવ્યું કે તે તેની ક્ષમતાને સલામ કરે છે. સીએસકેના બાકીના ખેલાડીઓ પણ એમએસ ધોનીની રમતથી ખૂબ પ્રભાવિત થયા હતા. CSKના બેકટીમ તરીકે કામ કરતા સપોર્ટ સ્ટાફના એક સભ્યએ પણ તેમને સલામ કરી હતી.
ધોની વિશે શું કહ્યું?
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં રવિન્દ્ર જાડેજાએ ધોની અને મેચની છેલ્લી ઓવરો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, જે રીતે મેચ ચાલી રહી હતી