તાલાલા :કેસર કેરીની આજે તાલાળા APMC ખાતે વિધિવત્ હરાજીની શરૂઆત થઈ છે. ગત વર્ષની તુલના એ ખૂબ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસરના મેંગો માર્કેટમાં આવ્યા હતા. હરાજીનું પ્રથમ બોક્સ 16 હજાર રૂપિયામાં ગયું હતું. આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યારબાદ ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયામાં સારી કેરીના 10 kgના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 700થી 800 રૂપિયા બોક્સનો ભાવ રહેશે.
પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે. જેને લઈ ઉત્પાદન ઘણું જ ઘટ્યું છે. આ વખતે એક્સપોર્ટની સંભાવના પણ નહિવત છે. એક એક બગીચામાંથી દર વખતે 300થી 400 બોક્સ કેસર હરાજીમાં આવતી જેને બદલે આ વર્ષ 15થી 60 બોક્સ જ આવ્યા છે. આ વર્ષની સિઝન લાંબી ચાલે તેવી સંભાવના છે. અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે. પરંતુ પ્રમાણમાં કેસરની આવક ઓછી થશે.
સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરનું ઉત્પાદન ઘટ્યું છે. ત્યારે કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકશાની ભોગવી રહ્યા છે. સરેરાશ જો ભાવ ઊંચા રહે તો ખેડૂતોના ભાગે ઓછી નુકશાની આવે. સામે ઈજારદાર અને વેપારીને પણ મોટું નુકસાન ન જાય. ઘણા ઇજારદારોએ ઝાડ અને પાન જોઈ 15 લાખ જેવી રકમમાં કેસરનો ઇજારો રાખ્યો છે. તેઓને માંડ 5 લાખ રૂપિયાની કેરી થાય તેમ છે તેવું ઈજારદાર જણાવી રહ્યા છે. હાલમાં કેસરના એક બોક્સનો ભાવ 800, 1200 અને મહત્તમ 1500 રૂપિયા આવી રહ્યો છે.
ઇજારદારનું કહેવું છે કે કેસરના એક બોક્સનો ન્યૂનતમ ભાવ 1500થી લઈને 2 હજાર રૂપિયા જેવો મળે તો પણ માત્ર મૂડી ઉભી થાય તેવું છે. સામે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે વર્તમાન સમય માં કેસરનું ઉત્પાદન ઘટતા સિઝન આગળ પાછળ હોવા છતાં માલની અછત રહેશે. સરેરાશ ભાવ 800 થી 1500 ર