જામનગર જીલ્લાના જામનગરથી કાલાવડ તરફ જતા રસ્તા પર મતવા ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટેન્કર ચાલકે બાઈકમાં જઈ રહેલ એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટ લેતા ત્રણેયના ઘટનાસ્થળ પર જ મોત થયાનું જાણવા મળે છે,જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે અકસ્માતમાં મોત થયેલ એક જ પરિવારના હોવાની વિગતો સામે આવી રહી છે, મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના સુરેશભાઈ તેમના પત્ની સરોજબેન અને તેમનો પુત્ર સાવન હોવાનું જાણવા મળે છે, પોલીસ હાલ સ્થળ પર પહોચી છે અને મૃતદેહોને કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા સહીતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.