એક શખ્સની ઉંમર ૨૧ વર્ષ છે, તો બીજાની ઉંમર ૨૨ વર્ષની છેઃ સાથે રહેવા ન મળતા કેસ ઠોકી દીધો
: તેલંગણામાં નશામાં ધૂત થયેલા બે પુરુષોએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. એક શખ્સની ઉંમર ૨૧ વર્ષ છે, તો બીજાની ઉંમર ૨૨ વર્ષની છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર દુમાપલાપેટ ગામના બે શખ્સે એક તાડીની દુકાન પર મળ્યા અને દોસ્ત બની ગયા. ત્યાર બાદ તે મોટા ભાગે દારૂની દુકાન પર જ મળતા. ૧ એપ્રિલે મેડક જિલ્લાના ચંદૂરમાં રહેતા ૨૨ વર્ષના ઓટો ડ્રાઈવરે જોગીપેટના સાંગારેડ્ડી જિલ્લાના રહેવાસી શખ્સ સાથે લગ્ન કરી લીધા. આ દરમિયાન બંને દારૂ પીને ટલ્લી થયેલા હતા. લગ્નનો કાર્યક્રમ જોગીનાથ ગુટ્ટા મંદિરમાં થયો હતો. લગ્ન સમાકંભ પુરો થયા બાદ બંને લગ્ન જતાં રહ્યા હતા.
થોડા દિવસ બાદ જોગીપેટનો રહેવાસી યુવક ઓટો ડ્રાઈવરના દ્યરે ગયો અને તેના માતા-પિતાને પોતાના લગ્ન વિશે વાત કહી. તેણે ઓટો ડ્રાઈવરના માતા-પિતાને જણાવ્યું છે કે, તેમના દિકરાને તેની સાથે રહેવા દે. કારણ કે તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. લાખ કોશિશ છતાં ઓટો ડ્રાઈવરાન માતા-પિતાને આ શખ્સને ઘરમાં ઘુસવા ન દીધો. ભારે બોલાચાલી થયા બાદ આખરે જોગીપેટનો રહેવાસી શખ્સ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. તેણે ઓટો ડ્રાઈવરના માતા-પિતા દ્વારા તેમના દિકરાથી દૂર રાખવા બદલ ૧ લાખ રૂપિયાના ભરણપોષણની માગ કરી હતી.
ત્યાર બાદ બંનેએ નક્કી કર્યુ કે, આ કેસને પોલીસ સ્ટેશનમાં લઈ જવામા ન આવે. પોલીસના જણાવ્યા અનુસાર આ વાતને લઈને બંને પક્ષના પરિજનો ટેન્શનમાં હતા. તેમણે અંદરોઅંદર આના પર ચર્ચા કરી અને સમાધાન શોધી કાઢ્યું. વાતચીત બાદ જોગીપેટના રહેવાસી શખ્સે ઓટો ડ્રાઈવરના પરિવાર પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાનું વન ટાઈમ સેટલમેંટ પર રાજી થઈ ગયા. ત્યાર બાદ બંને પક્ષની સહમતી