લીંબુના વધતા જતા ભાવ આમ જનતા માટે મુશ્કેલી સર્જે છે :યાર્ડમાં એવું વસ્તુને હરાજીમાં લીંબુ સૌથી મોંઘા જણાયાથોડા વખતમાં આવક વધશે એટલે ભાવ ફરી ઘટી જવાનો છે.

લાકડાવાલા,રાજકોટ : મોંઘવારીના વર્તમાન દોરમાં શાકભાજીના(Vegetables) ઉંચા ભાવોએ(Price Increase)લોકોમાં દેકારો સર્જી દીધો છે અને તેવામાં પણ લીંબૂના ભાવે લોકોના દાંત ખાટા કરી દીધા છે. આજે પણ યાર્ડની હરરાજીમાં લીંબૂના ભાવમાં રૂા. 200નો વધારો(Lemon price Rs.200 increase) થયો હતો. રસપ્રદ વાત એ છે કે યાર્ડમાં હરરાજી થતી 70થી વધુ ચીજવસ્તુઓમાં સૌથી ઉંચા ભાવ લીંબૂના નોંધાયા હતા.
માર્કેટ યાર્ડમાં અનાજ-કઠોળ અને શાકભાજીની વિવિધ ચીજો મળીને કુલ 74 ચીજોની હરરાજી થઇ હતી. તેમાં સૌથી ઉંચા ભાવ લીંબૂના બોલાયા હતા. હરરાજીમાં લીંબૂના ભાવ રૂા. 3700થી 4200ના પડ્યા હતા. ગઇકાલે 3500થી 4500ના ભાવે હરરાજી થઇ હતી. ઉંચા ભાવના ધોરણે રૂા. 300નો ઘટાડો હતો. પરંતુ નીચા ભાવને લક્ષમાં લેવામાં આવે તો વધુ રૂા. 200નો વધારો થયો હતો. લીંબૂની જેમ મરચા, ગુવાર, ભીંડો, કારેલા જેવી ચીજોના ભાવ પણ ચાર આંકડામાં અર્થાત 1000થી વધુ નોંધાયા હતા.
યાર્ડમાં 74 ચીજોની હરરાજીમાં લીંબૂના ભાવ જ સૌથી ઉંચા હતા. સામાન્ય સંજોગોમાં જીરુ, તલી, મરચા, કપાસ જેવી ચીજોના ભાવ સૌથી ઉંચા રહેતા હોય છે. જીરુના ભાવ સરેરાશ 4000ની આસપાસ નોંધાતા હોય છે પરંતુ બે દિવસથી જીરુ કરતાં પણ લીંબૂના ભાવ ઉંચા પડી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે લીંબૂના આ ઉંચા ભાવ કામચલાઉ જ છે. થોડા વખતથી ફરી નોર્મલ સ્થિતિએ આવી જશે. અત્યારે લોકલ આવક ન હોવાથી અને બીજા રાજ્યોમાંથી આવતો માલ મોંઘો હોવાથી વર્તમાનમાં ઉંચા ભાવ છે. 
વધુમાં,રિટેઇલ માર્કેટમાં લીંબૂના ભાવ રૂા. 300થી પણ વધી ગયા છે અને નંગના ધોરણે લીંબૂ વેચવાનો વખત આવ્યો છે ત્યારે શાકભાજીના મોટાભાગના રિટેઇલ ધંધાર્થીઓએ લીંબુ વેચવાનું જ અટકાવી દીધું છે. બહુ ઓછા રિટેઇલ ધંધાર્થીઓ શાકભાજીની સાથે લીંબૂ વેચતા હોવાનું માલુમ પડ્યું છે