સુરતના પલસાણામાં યુવતીએ લૂંટારુઓને ભગાડી બતાડી જબરી બહાદુરી : સુરત રેન્જ આઈજીએ રોકડ ઇનામ આપ્યુંલુંટારા હાથમાં રહેલી ચપ્પુ યુવતીના જમણા હાથમાં વાગી છતાં તેણે હિંમત પૂર્વક સામનો કર્યો :અન્ય એક લૂંટારુએ તે વિદ્યાર્થીનીની નાની બહેનને ગળા પર પણ ચપ્પુ મૂકવાનો પ્રયાસ કર્યો

લુંટારા હાથમાં રહેલી ચપ્પુ યુવતીના જમણા હાથમાં વાગી છતાં તેણે હિંમત પૂર્વક સામનો કર્યો :અન્ય એક લૂંટારુએ તે વિદ્યાર્થીનીની નાની બહેનને ગળા પર પણ ચપ્પુ મૂકવાનો પ્રયાસ કર્યો
સુરતના પલસાણામાં 20 વર્ષની યુવતીએ ઘરમાં લૂંટ કરવાના ઇરાદે ઘુસેલા લૂંટારુઓને આપી જબરદસ્ત ટક્કર આપી હતી. તેમજ હાથમાંથી લોહી નીકળતું રહ્યું છતાં લૂંટારુઓને ઉભી પૂંછડીએ ભગાડયા હતા. ત્યારે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન દ્વારા આ બાબતે યુવતીની પ્રશંસા કરી અને યુવતીનું મનોબળ વધે તે માટે 10 હજારનું રોકડ ઇનામ પણ આપવા માટે પહોંચ્યા હતા અને ઇનામ આપ્યું હતું. સુરત જિલ્લા એસપી ઉષા રાડા પણ સાથે પહોંચ્યા હતા આમ તો ગુજરાતમાં આ કિસ્સો બીજી યુવતીઓએ શીખવા જેવો છે. છોકરીઓએ શીખેલી સેલ્ફ ડિફેન્સની ટેકનીક કેટલી કામ લાગી શકે છે તે સુરતમાં બનેલા એક બનાવ પરથી સમજી શકાય છે. સુરતના પલસાણા વિસ્તારમાં રામ કબીર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં ચોરી અને લૂંટ કરવાના ઇરાદે ઘૂસેલા લૂંટારાઓનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને ત્રણે લૂંટારાઓએ યુવતીના હાથના ભાગે ચપ્પુ વડે ઈજા પણ કરી હતી છતાં પણ યુવતીએ ગભરાયા વગર હિંમત હારી ન હતી અને લૂંટારૂઓને હિંમતપૂર્વક સામનો કર્યો હતો જેના કારણે લૂંટારૂઓને ભાગી જવાની ફરજ પડી હતી.