શહેરના કુંભારવાડામાં રહેતી પિતા વિહોણી શ્રમિક પરિવારની ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા સીટી પોલીસે દતપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરણ ૧૦ -૧૨ બોર્ડની પરીક્ષાઓ બાદ વિદ્યાર્થીઓ નિરાંતનો શ્વાસ લઈને ઉચ્ચ અભ્યાસ નું મનોમંથન કરતા હોય છે ત્યારે અત્રેના કુંભાર વાળા હિરા આતા ની વાડી પાસે રહેતી ધોરણ ૧૦ની પરીક્ષા આપી ચૂકેલી સ્નેહા ભુપતભાઇ પાટડીયા ઉ.૧૬ᅠ નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા સીટી પોલીસના જમાદાર વિશાલભાઈ ગડાધરા એ દોડી જઇᅠ યુવતીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.ᅠ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા સ્નેહાના પિતાને હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું માતા અને મોટો ભાઈના પરિવારમાં સ્નેહા નાની અને લાડકી હતી માતા અનેં ભાઈᅠ કારખાનામાં છૂટક મજૂરીકામ કરી દ્યર ગુજરાન ચલાવતા હતા અને સ્નેહા ભણવામાં ખૂબ હોશિયાર હોય તાજેતરમાં જ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી દરમિયાન તેને મોત મીઠું કરી લેતા પરિવાર હતપ્રભ બની ગયો હતો