રવિવારે ઘરેથી નીકળી ગયો હતો : પરિવારજનો ચોટીલા સુધી સગીરાની શોધખોળ બાદ ગઇકાલે લાશ મળી : આપઘાત કે અકસ્માત તે જાણવા આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી
: શહેરના લાલપરી તળાવ પાસે સાગરનગરમાં ઝુપડામાં રહેતો ૧૫ વર્ષનો સગીર ગત રવિવારે ઘરેથી લાપતા થતા તેની ગઇકાલે પ્રદ્યુમન પાર્કની સામે કુવામાંથી લાશ મળી આવી હતી.
સાગરનગરમાંથી બે દિવસથી લાપતા ૧૫ વર્ષના કેતન ઉર્ફે ગોપાલની પ્રદ્યુમન પાર્ક પાસે કુવામાંથી લાશ મળી
રવિવારે ઘરેથી નીકળી ગયો હતો : પરિવારજનો ચોટીલા સુધી સગીરાની શોધખોળ બાદ ગઇકાલે લાશ મળી : આપઘાત કે અકસ્માત તે જાણવા આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી
મળતી વિગત મુજબ શહેરના માર્કેટીંગ યાર્ડ નજીક આવેલા પ્રદ્યુમન પાર્કની સામે તળાવ પાસે આવેલા એક કુવામાં એક અજાણ્યા સગીરની લાશ તરતી હોવાની સિક્યુરીટીમેન કમાભાઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતા ફાયરબ્રિગેડ તથા ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડે સગીરની લાશને કુવામાંથી બહાર કાઢી હતી. બાદ ૧૦૮ની ટીમે તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બાદ પોલીસને જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એન.વાઘેલા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેના પરિવારજનો પહોંચી ગયા હતા. સગીરની લાશ ફુલાઇ હતી પરંતુ તેના જમણા હાથની કલાઇ પર ગોપાલ ત્રોફાવેલ હોઇ, તેના પરથી આ સગીર કેતન ઉર્ફે ગોપાલ મનુભાઇ વઢીયારા (ઉ.૧૫) (રહે. લાલપરી તળાવ પાસે સાગરનગર ઝુપડામાં) હોવાની ઓળખ મળી હતી. મૃતક કેતન ઉર્ફે ગોપાલ ત્રણભાઇ અને ત્રણ બહેનમાં બીજા નંબરનો હતો. તેના પિતા શાકભાજીનો ધંધો કરતો હતો. તે માનસીક અસ્થિર હોવાની અગાઉ પણ ઘરેથી નીકળી ગયા બાદ પરત આવી ગયો હતો. ગત રવિવારે તે ઘરેથી નીકળ્યા બાદ પરત ના આવતા પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. આ બનાવમાં આપઘાત કે અકસ્માત તે અંગેનું ચોક્કસ કારણ જાણવા આજીડેમ પોલીસ મથકના એએસઆઇ જીતુભાઇ ભમ્મરે તપાસ હાથ ધરી છે