ચોટીલાના કડુ પાસે ડમ્‍પર હડફેટે ર પદયાત્રીના મોતડમ્‍પર ચાલકે કાબુ ગુમાવતા ૬ ને હડફેટે લીધા : ૪ સારવારમાં

સુરેન્‍દ્રનગર શહેરના લખતર નજીક કડુ ગામ નજીક ચોટીલા ચાલીને જતાં સંઘ પર ડમ્‍પર ફરી વળવા ઘટના સ્‍થળે જ બે લોકોના મોત નિપજવા પામ્‍યા છે.
ત્‍યારે મળતી વિગત અનુસાર અમદાવાદ નજીક થી આવી રહેલા અને ચોટીલા જઈ રહેલા સંઘની સેવા કરતા તેમજ સંઘ સાથે રહેતા એક યુવકના અકસ્‍માતમાં મોત નીપજ્‍યું છે અન્‍ય પદયાત્રીનો પણ આ અકસ્‍માતમાં મોત નિપજવા પામ્‍યું છે કડું ગામ નજીક ડમ્‍પર ચાલક દ્વારા રાત્રી દરમિયાન સ્‍ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા સંઘ ઉપર ઉપર ડમ્‍પર ચઢાવી દેવામાં આવ્‍યું જેને ઘટનાસ્‍થળે જ બે લોકોના મોત નિપજ્‍યા છે અને અન્‍ય ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં સુરેન્‍દ્રનગર શહેરની ટી.બી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્‍યા છે.