મોદી પુતળું બાળવા જતા અમુક કોંગ્રેસના લોકો પણ દાઝ્યા

ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં પુતળાદહન કર્યું હતું , જેમાં કેટલાક આંશીક રીતે દાઝયા હતા.ગત રાત્રીને આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડનો વિરોધ ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીનું પુતળા દહન Kkકરીને આયોજન કરાયો હતો . ઓસ્લો સર્કલ પર બપોરના ભાગે પહોંચેલા કોંગ્રેસના આગેવાનોએ પુતળાને આગ ચાંપવા જતા હતા ત્યારે બી ડિવિઝન પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણમાં પૂતળાંમાં આગ લગાવી દેવાઈ હતી , જેમાં કોંગ્રેસી આગેવાનો સહિત એક પોલીસ અધિકારી પણ આંશિક રીતે દાઝી ગયા હતા .