જસદણ અને વિંછીયા પંથકના ગામોમાં ઓછા વરસાદને કારણે પાણીની ભારે અછત વર્તાઇ છે. પરિણામે લોકો હિજરત કરવા મજબુર બન્યા છે. જો સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા નહીં થાય તો લોકોને ગામ છોડવા પડશે.
ગુજરાતમાં આ વર્ષે પૂરતો વરસાદ વરસ્યો છે અને તમામ ડેમો પાણીથી છલકાઈ ગયા હતા, ત્યારે સૌથી ઓછો વરસાદ વિછીયા તાલુકામાં નોંધાયો હતો. ઓછા વરસાદને લઈને વીંછીયાં તાલુકાના અનેક તળાવ ખાલીખમ છે અને સરકાર દ્વારા આ વર્ષે પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે તેવા દાવા કર્યા હતા. પરંતુ રાજકોટ જિલ્લાનું જસદણ અને વીંછીયામાં કંઈક અલગ જ સ્થિતિ છે. અહીં પાણી માટે લોકો રીતસરના વલખા મારવા પડી રહ્યા છે. જયારે ખેતરમાં ઉનાળુ પાક માટે પિયત માટે પાણી જ નથી, હવે જો સરકાર પાણીની કોઈ વ્યવસ્થા નહિ કરે તો અહીંથી લોકોને હિજરત કરવાનો સમય આવશે.
ડઝનેક ગામોમાં પીવાનું પાણી નથી
પીવાના પાણીને લઈને રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછીયાની હાલત ખુબ જ ગંભીર છે. અહીં પાણીના એક બેડા પાણી માટે ઠેક ઠેકાણે ભટકવું પડે છે. પાણીના બેડા અને અન્ય વાસણો સાથે પાણી માટે ભટકતા લોકોના દ્રશ્યો અહીં સામાન્ય છે. ઘરમાં પાણીની વ્યવસ્થા કરવા માટે ઘરના તમામ લોકો પાણી માટે મહેનત કરતા જોવા મળે છે. લાખવાડ, રેવાણીયા, પાનેલીયા, પાટીયાળી, દેવધરી, સનાળા, વનાળા, ગોખલાણા, ગુંદાળા(જામ), કોટડાભાડેર, આંકડીયા(સરતાનપર), આંબરડી, ઓરી, ગોરૈયા, નાનામાત્રા, કનેસરા સહિતના અનેક ગામોમાં હાલ પાણીની મોટી સમસ્યા છે.
આખેઆખા પરિવાર પાણી લાવવાના કામમાં જોડાય છે
આ સહિત અનેક ગામો હાલ પીવાના પાણીની સમસ્યા સામે જજુમી રહ્યા છે, અહીં એક બેડું પીવાના પાણી માટે ગામ માંથી દૂર સિમ વિસ્તારમાં જવું પડે છે. પાણી માટે જાણે કે અહીં દૂર દૂર સુધી ભટકવું પડે છે. પાણી લાવવા માટે ઘરના દરકે સભ્ય જોડાઈ જાવું પ