હું મરી જઉં ત્‍યારે રોવાનું ઓછું રાખજો અને દારૂ જાજો પીજોમાજીની અંતિમ ઈચ્‍છાથી પરિવાર પણ થઈ ગયો સ્‍તબ્‍ધવધુ સમાચાર વાંચો

હું મરી જઉં ત્‍યારે રોવાનું ઓછું રાખજો અને દારૂ જાજો પીજોમાજીની અંતિમ ઈચ્‍છા પોતાના લગ્ન અને જીવનને લઇને દરેક માણસની પોતપોતાની ઈચ્‍છા હોય છે. મોતની સજા મેળવનારા લોકોને પણ તેમની અંતિમ ઈચ્‍છા પૂછવામાં આવે છે. મોટાભાગના લોકો આ કોન્‍સેપ્‍ટને ધ્‍યાનમાં રાખીને તેની અંતિમ વિધિ પહેલાની યોજનાઓ બનાવી લે છે.
ભારત સહિત વિદેશોમાં પણ આ ચલણ વધ્‍યું છે. ખરેખર પહેલા લોકો તેની મોત પહેલા ફક્‍ત વસીયત છોડીને જતા હતા. પરંતુ હવે તો લોકો પોતાના જીવન દરમ્‍યાન તેની અંતિમ વિધિની તૈયારી કરી લે છે. મૃત્‍યુ તો બધાને એક દિવસ આવવાનુ છે. તેમ છતાં મોટાભાગના લોકો મૃત્‍યુથી ડરી જાય છે. તેથી તેઓ સામાન્‍ય રીતે પોતાના મોતની વાત કરવા ઈચ્‍છતા નથી. તો અમુક લોકો મૃત્‍યુથી જરા પણ ગભરાતા નથી. કઈક આવુ અમેરિકામાં રહેતી જાંબાઝી દાદી લિલિયાન ડ્રોનિયકે કરી બતાવ્‍યું છે. ખરેખર તેની મોત અને અંતિમ સંસ્‍કારને લઇને અમુક નિયમ તેમણે પહેલાથી જ બનાવી લીધા છે, જેનુ પાલન તેમના પરિવારજનો અને મિત્રોએ કરવુ પડશે.
એક રિપોર્ટ મુજબ ૯૨ વર્ષની લિલિયાન ડ્રોનિયકે ત્રણ મહત્‍વના નિયમો બતાવ્‍યાં છે, જેનુ પાલન તેઓ તેના અંતિમ સંસ્‍કાર દરમ્‍યાન ઈચ્‍છે છે. જેમાં પહેલો નિયમ એવો છે કે લોકો આવીને તેની મોત પર દુઃખી થાય અને રડે પણ. પરંતુ આ રડવાનુ એટલું ના હોવુ જોઈએ કે તેઓ મૂર્ખ દેખાય. બીજા નિયમ તરીકે તેમણે બર્થા નામની એક મહિલાનુ નામ લીધુ છે અને કહ્યું છે કે તેમને અંતિમ વિધિમાં બોલાવવામાં ના આવે. તો ત્રીજો નિયમ એવો છે કે તેમણે કહ્યું છે કે તેમની અંતિમ વિધિમાં લોકોએ જઇને ડ્રિન્‍ક કરવાનુ છે. બસ આ ઈચ્‍છા છે કે રડવાનુ ઓછુ અને પીવાનુ વધારે. આ અંગે કરવામાં આવેલી