ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના ફોનની ચોરી કરી આ શખ્સ કરતો એવું કે

આપના ફોનને આપની પાસે જ રાખો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના ફોનની ચોરી કરી આ શખ્સ કરતો એવું કે..વડોદરા ક્રાઇમ બ્રાંચે અમદાવાદના વેપારીનો ફોન ચોરી લાખોની રકમ ઉપાડી લેનાર આયુશ અનિલભાઇ ડાગાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરી ધરપકડ કરવામાં આવી છે. આરોપી આયુશ ટ્રેનમાંથી લોકોના મોબાઇલ ફોન ચોરી કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકોના મોબાઇલના આઇડી પાસવર્ડ જાણી લઇને બેંક એકાઉન્ટમાં રૂપિયા ઉપાડી લેતો હતો. જ્યાર બાદ ફોનને ફોર્મેટ કરી વેચી દેતો હતો.ઝડપાયેલા આયુશ ડાગા પાસેશી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આઇફોન સહિત કુલ 10 ફોન જપ્ત કર્યા છે. તેમજ અલગ-અલગ બેંકના કુલ 11 ATM કાર્ડ તથા 1 RC બુક અને 1 ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યુ છે. તેની સામે સુરતના ઉમરા અને ખટોદરા 6 ગુના નોંધાઇ ચુક્યા છે...વધુ તપાસ કરતા સામે આવ્યું કે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલો રોડ પર આવેલા મોહની ટાવરમાં રહેતા નિલેશભાઇ ગત 21 માર્ચના રોજ ઓફિસના કામે બિઝનેસ પાર્ટનર યોગેન્દ્ર સાથે મધ્યપ્રદેશના જબલપુર ગયા હતા. 24 માર્ચના રોજ તેઓ બંને પરત આવતા હતા ત્યારે ટ્રેનમાં 25 માર્ચની સવારે નિલેશ વોશરૂમમાં ગયા હતા અને પરત આવ્યા ત્યારે તેમનો એપલનો ફોન ગુમ હતો. જેથી ફોનને શોધવા માટે નિલેશએ તેમના બિઝનેસ પાર્ટનર યોગેન્દ્રના ફોન પરથી પોતાના ફોન પર કોલ કર્યો હતો. જો કે ફોન કોઇએ ઉપાડ્યો ન હતો.થોડા સમય બાદ નિલેશના ફોનથી યોગેન્દ્રના ફોન પર કોલ આવ્યો હતો કે, હું મેઘનગર પોલીસ સ્ટેશનથી સબ ઇન્સપેક્ટર મુકેશ શર્મા RPFમાંથી વાત કરુ છું. તમારો ફોન મેઘનગર પોલીસ રેલવે સ્ટેશનથી એક વ્યક્તિ ચાલુ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાંથી નીચે ઉતરતા તેની તપાસ કરતા મને મળ્યો