વિવિધ સમસ્યાઓથી પીડાતા ખંભાળિયા શહેરમાં લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરનો અભાવ

ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિકાસકાર્યો ન થતા હોવા ઉપરાંત પાલિકા સંદર્ભે વિવિધ કામગીરી કાયમી ચીફ ઓફિસરના અભાવે ટલ્લે ચડતી હોવાથી આ મહત્વના મુદ્દે અહીંના સત્તાધીશો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં આશરે દોઢેક વર્ષથી કાયમી ચીફ ઓફિસર નિમાયા નથી. એટલું જ નહીં, છેલ્લા થોડા સમયગાળા દરમિયાન છ જેટલા ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ બદલી ચૂક્યા હોવા વચ્ચે હાલ જામજોધપુરના ચીફ ઓફિસરને ખંભાળિયા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આમ, ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગબડાવવામા આવતા નગરપાલિકાના ગાડાથી સ્થાનિક વહીવટ તથા વિકાસ કાર્યોને માઠી અસર પહોંચતી હોવાથી ખંભાળિયા પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિગેરેને રજૂઆતો થઇ છે. નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના લોકોની સગવડતા તથા પાલિકાને આર્થિક ઉપાર્જન થાય તે માટે જોધપુર ગેઈટ પાસે અદ્યતન શોપિંગ સેન્ટર તથા પોર ગેઈટ પાસે પણ વર્ષો પહેલાં નવી શાક માર્કેટ બનાવવામાં આવી છે. જેને એક દસકાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ મંજૂરીના અભાવે હરાજી થઇ શકતી નથી અને પરિણામે આ કિંમતી બિલ્ડિંગો ધૂળ ખાય છે. એટલું જ નહીં, નગરપાલિકાને પણ મોટું આર્થિક નુકસાન જાય છે. આથી આ બંને ઈમારતોને હરાજી માટેની તાકીદે મંજૂરી મળે તે બાબતે ઇચ્છનીય ગણવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરની આગવી ઓળખ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાજપ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડા તથા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પ્રયાસો હાથ ધરી,