લીલાપુર પાસે કાર હડફેટે ૧૦ વર્ષના બાળકનું મૃત્‍યુજસદણ તાલુકામાં એક દિ'માં બે અકસ્માત

જસદણ અમદાવાદ હાઇવે ઉપર લીલાપુર પાસે ૧૦ વર્ષના બાળકને કાર હડફેટે લેતા બાળકનું ઘટનાસ્‍થળે મોત થયું હતું. બાળકના મૃતદેહને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં તેનો પીએમ કરવામાં આવ્‍યું હતું જેના પરિવારમાં કાળો કલ્‍પાંત છવાઇ ગયો હતો.
જસદણ અને લીલાપુર રોડની ઘટનામાં બાળક રોડ ક્રોસ કરતા કાર ચાલકે બાળકને હડફેટે લીધો હતો.
મૃતક રાકેશ રાણાના મૃતદેહને પીએમ અર્થે જસદણ સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયો જસદણ તાલુકામાં એક દિવસમાં બે અકસ્‍માતમાં બેના મોત થયા હતા ખારચીયા પાસે એસંનટ કાર મારૂતિ વાન સાથે અથડાઇ હતી જેમાં એક બાળકીનું મોત થયું હતું જ્‍યારે લીલાપુર પાસે કાર ચાલકે બાળકને હડફેટે લેતા તેનું મોત થયુ હતું. ન જાણ્‍યુ જાકીએ કાલે સવારે શુ થશે