ખંભાળિયાની સગીરાના અપહરણકારને રાજસ્થાનથી અટકાયત, લાખોનું સોનું પણ કબજે કરવામાં આવ્યું -

મદદગારી કરનાર દંપતી સુરતથી ઝડપાયું
Apr 8, 2022 - 09:44
      
ખંભાળિયાની સગીરાના અપહરણકારને રાજસ્થાનથી અટકાયત, લાખોનું સોનું પણ કબજે કરવામાં આવ્યું તાલુકાના એક ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી, ફોસલાવીને અપહરણ કરી જવા અંગેની ધોરણસર ફરિયાદ ગત તારીખ 25 માર્ચના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ દ્વારા સઘન કાર્યવાહીના ભાગરૂપે રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી, આરોપી શખ્સને જયપુરથી તથા મદદગારી કરનારા દંપતીને સુરતથી દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી દુષ્કર્મની સહિતની કલમ હેઠળ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે...
આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા એક ગામના એક પરિવારની 16 વર્ષની સગીર વયની પુત્રીને પ્રદિપ જેન્તીલાલ રાઠોડ નામનો આશરે 24 વર્ષનો શખ્સ લલચાવી, ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હોવા ઉપરાંત આ શખ્સ દ્વારા સગીરાને વાતોમાં લઈ અને તેણીના ઘરેથી આશરે 30 જેટલા જેટલા સોનાના દાગીના લઇ ગયાની ફરિયાદ ગત તારીખ 25 માર્ચના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના પી.આઈ. પી.એમ. જુડાલ તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી અને સગીરા તથા આરોપી શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી....
આરોપી શખ્સ સગીરાને રાજસ્થાન તરફ લઈ ગયો હોવાની બાતમી સાઇબર ક્રાઈમ સેલ વિભાગ તથા એ મળતા અન્ય ટીમ દ્વારા આ બંનેની શોધખોળ માટે સુરત તથા રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે જઈ અને ઉપરોક્ત સગીરા તથા આરોપી પ્રદીપ રાઠોડને જયપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં આરોપી શખ્સને મદદ કરવા સબ