દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ છઠ્ઠી એપ્રિલના રોજ કોરોના પોઝીટીવનો એક સામે આવ્યો હતો . મીઠાપુર પંથકના એક પચાસ વર્ષીય પ્રૌઢા સંક્રમિત જાહેર થતા આરોગ્ય તંત્ર દ્વારા તેઓને હોમ આઇસોલેટ કરી સધન સારવાર શરૂ કરાઇ છે . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ડીસેમ્બર માસના અંતિમ ચરણથી કોરોનાના પોઝીટીવ કેસો મહદઅંશે બંધ થયા હતા . જોકે , આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ચારેય તાલુકામાં ટેસ્ટીંગ કામગીરી અવિરત રાખવામાં આવી છે.જે દરમિયાન દેવભૂમિમાં ગત તા .6 ના રોજ 100 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાં દ્વારકા તાલુકાના મીઠાપુર પંથકમાં એક પચાસ વર્ષીય પ્રૌઢા પોઝીટીવ જાહેર થયા હતા .આથી તેઓને હોમઆઇશોલેટ કરાયા હતા.સંક્રમિત મહિલા બીપીના પણ દર્દી હોવાનુ જાણવા મળ્યુ હતુ . પોઝીટીવ જાહેર થયેલા દર્દીની તબીયત સારી હોવાનુ તબીબી સુત્રોએ જણાવ્યુ છે.દેવભૂમિ જિલ્લામાં ગુરૂવારે પણ 124 લોકોના આરોગ્ય તંત્ર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યા હતા જેમાં કોઇ પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભાણવડ તાલુકામાં 24 , દ્વારકા તાલુકામાં 52 , કલ્યાણપુર તાલુકામાં 11 અને ખંભાળિયા તાલુકામાં 37 લોકોના કોરોના ટેસ્ટિંગ કર્યા હતા . જે કુલ મળીને જિલ્લાભરના 124 ટેસ્ટીંગ પૈકી એકપણ પોઝિટિવ કેસ સામે ન આવતા તંત્ર સાથે લોકોએ પણ રાહત અનુભવી છે