કેસરી ધ્વજને સળગાવી શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ: લોકોના ટોળા એકત્ર થયા: પોલીસ દ્વારા કડક કાર્યવાહીદેવભૂમિ દ્વારકા ખાતે અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો બનાવ ગતરાત્રે બનવા પામ્યો છે. જેમાં એક વિધર્મી શખ્સે હિન્દુઓના પવિત્ર કેસરી ધ્વજને સળગાવી હિન્દુ-મુસ્લિમ એકતા તથા શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આના અનુસંધાને પોલીસે આરોપી શખ્સની તાકીદે અટકાયત કરી જરૂરી પગલા લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યભરમાં ચકચારી બની ગયેલા આ બનાવ અંગેની વિગત મુજબ ગઈકાલે રવિવારે હિંદુઓના પવિત્ર પર્વ શ્રી રામનવમી નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તથા યુવા કાર્યકરોને ટીમો દ્વારા રવિવારે સાંજે પાંચેક વાગ્યે યોજવામાં આવેલી રામ નવમીની શોભાયાત્રા દ્વારકાના તીનબતી ચોક, હોમગાર્ડ ચોક, જોધાભા ચોક, ભથાણ ચોકથી થઈ અને રામ મંદિર ખાતે સાંજે સાતેક વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી.
આ શોભાયાત્રા સંપૂર્ણ થયા વચ્ચે શોભાયાત્રાના રૂટ એવા ભથાણ ચોક વિસ્તારમાં આવેલી જામા મસ્જિદ પાસે એક કેસરી ધ્વજ પડયો હોવાથી દ્વારકાના રહીશ તાહિર હુસેન કારાણી નામના 35 વર્ષીય શખ્સ દ્વારા કથિત રીતે બીજા પાંચ થી છ જેટલા શખ્સોની મદદથી ગેરકાયદેસર મંડળી રચી, પોતાનો સામાન ઈરાદો પાર પાડવાના હેતુથી હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામના રામ નવમી તહેવાર નિમિત્તે શોભાયાત્રા બાદ આ સ્થળે કેસરી ધ્વજને સળગાવ્યો હતો. આ શખ્સ દ્વારા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય અને હિંદુ-મુસ્લિમ ધર્મના લોકો વચ્ચેના બંને જૂથ વચ્ચે વૈમનસ્ય તથા દુશ્મનાવટ ઊભી કરવાના હેતુથી જાહેર સુલેહ શ