સાસુ વહુ વચ્ચે ઝઘડો હોય પણ સાવ આવું..અહી તો વહુએ સાસુને મોતને ઘાટ જ ઉતારી દીધા

સાસુ વહુ વચ્ચે ઝઘડો હોય પણ સાવ આવું..અહી તો વહુએ સાસુને મોતને ઘાટ જ ઉતારી દીધા
આપણે ત્યાં એવું કહેવાય છે કે ઘર હોય ત્યાં ઠામ ખખડે..અને તેમાં પણ સાસુ અને વહુ વચ્ચે કેટલાય પરિવારોમાં બોલાચાલી થતી હોય છે,પણ તેમાં માં સમાન સાસુને મોતને ઘાટ ઉતારી દેવા કેટલું વાજબી આવી જ એક સત્ય ઘટના સુરત શહેરમાં સામે આવી જ્યાં સામાન્ય બોલાચાલી બાદ વહુ એ સાસુને મોતને ઘાટ ઉતારી દીધાનો ચકચારી મામલો સામે આવ્યો છે.આ ઘટનામાં પુત્રવધુ અને તેના ભાઇએ તકીયા વડે મોઢું અને ગળું દબાવી મોતને ઘાત ઉતારી ઘરને બહારથી તાળું મારી ભાગી ગયા હતા. જો કે પતિને સમય રહેતા સમગ્ર ઘટના અંગે સુઝી આવતા બંનેને સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડી માર મારીને વરાછા પોલીસને હવાલે કર્યા હતા...
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછાના એલ.એચ. રોડ સ્થિત પરિમલ સોસાયટીના ઘર નં. 59 ના પહેલા માળે રહેતો રત્નકલાકાર સંદીપ ઉર્ફે દેવો જીણાભાઇ સરવૈયા ગત રાતે નાઇટ ડ્યુટીમાં ગયો હતો. અને તેની માતા વિમળાબેન અને પત્ની દિપીકા અને સાળો દિપાંકર દિપક મંડલ ઘરે હતા. પાંચ મહિનાના બાળકને લઇ દિપીકા તેના વતન જવા ઇચ્છતી હતી. પરંતુ સંદીપ અને તેની માતા વિમળાબેન ઇન્કાર કરી રહ્યા હતા. જેથી દિપીકા સાથે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો...
દરમિયાનમાં સંદીપ નાઇટ ડ્યુટીમાં ગયો હોવાની તકનો લાભ લઇ વહેલી સવારે દિપીકા અને તેનો ભાઇ દિપાંકર વતન જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ અરસામાં વિમળાબેન જાગી જતા તેમણે અટકાવતા દિપીકા અને તેના ભાઇ દિપાંકરે તકીયા વડે વિમળાબેનનું મોંઢુ અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ઘરને બહારથી તાળું મારી ચાલ્યા ગયા હતા. વહેલી સવારે દિપીકા અને દિપાંકર જવાની તૈયારી કરી રહ્યા હોવાથી વિમળાબેને વત