એલપીજીના ભાવ વિશ્વમાં ભારતમાં સૌથી વધારે છેભારતમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવમાં નવા રેકોર્ડ : પેટ્રોલના ભાવને ડોલરમાં રૂપાંતરિત કરવામાં આવે તો ભારતમાં પેટ્રોલનો ભાવ ૫.૨ ડોલર પ્રતિ લિટર છે

એલપીજીના ભાવ વિશ્વમાં ભારતમાં સૌથી વધારે છે
ભારતમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવમાં નવા રેકોર્ડ : પેટ્રોલના ભાવને ડોલરમાં રૂપાંતરિત કરવામાં આવે તો ભારતમાં પેટ્રોલનો ભાવ ૫.૨ ડોલર પ્રતિ લિટર છે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમાં પણ એલપીજીના ભાવની બાબતમાં ભારત આખી દુનિયામાં સૌથી આગળ છે તેમ ડોલર અને રૂપિયાના ગણિત પરથી સાબિત થાય છે. વિશ્વના કોઈ પણ દેશમાં એલપીજીભારત જેટલું મોંઘું નથી. લોકોની ખરીદશક્તિને આધારે જોવામાં આવે તો એલપીજીનો પ્રતિ લિટર ભાવ ભારતમાં સૌથી વધુ છે. તેવી જ રીતે પેટ્રોલના ભાવની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે અને ડીઝલના ભાવમાં સમગ્ર વિશ્વમાં આઠમા ક્રમે છે.
જુદા જુદા દેશોમાં કોઈ પણ પ્રોડક્ટના ભાવની સરખામણી કરવાની હોય ત્યારે પરચેઝિંગ પાવર અને નોમિનલ એક્સચેન્જને ધ્યાનમાં રખાય છે. તેનું કારણ એ છે કે જુદી જુદી કરન્સી પોતપોતાના બજારમાં અલગ અલગ ખરીદશક્તિ ધરાવતી હોય છે.
દરેક દેશમાં લોકોની આવક પણ અલગ હોય છે, તેથી પશ્ચિમના દેશોના લોકોની સરેરાશ આવક ધ્યાનમાં લેવામાં આવે તો ભારતની ચીજવસ્તુ તેમને બહુ સસ્તી લાગી શકે. એક લિટર પેટ્રોલનો ભાવ વેસ્ટર્ન નાગરિક માટે ચણા-મમરા જેટલો છે, પરંતુ ભારતીય નાગરિક માટે તે દૈનિક આવકના ચોથા ભાગ જેટલો હોય છે. જ્યારે બુરુંડી જેવા ગરીબ દેશ માટે તે બહુ ઉંચો ગણાય છે.
આઈએમએફપ્રમાણે ડોલરનો પરચેઝિંગ પાવર હાલમાં રૂ. ૭૫.૮૪ નહીં પણ રૂ. ૨૨.૬ છે. ભારતમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. ૧૨૦ હોય અને ડોલરનો ભાવ રૂ. ૭૫.૮૪ ગણવામાં આવે તો નોમિનલ એક્સચેન્જ રેટ પર પેટ્રોલનો ભાવ માત્ર ૧.૫૮ ડોલર થાય. પરંતુ એક ડોલરથી અમેરિકન બજારમાં બહુ ઓછી ખરીદી થઈ શકે, જ્યારે ભારતમાં ૭૫.૮૪ રૂપિયામાં વધુ ચીજો ખરીદી શકાય છે