દૂધ, શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે : મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે : દૂધ, શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે. માર્ચ મહિનામાં આવેલા નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસના આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં જ ખાદ્ય તેલ જેવા ઉત્પાદનોની ખરીદીથી સામાન્ય જનતાના બજેટ પર સૌથી મોટી અસર પડી છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલની મોંઘવારીનો દર ૧૬.૪૪ ટકા રહ્યો છે. સાથે જ શાકભાજી, દૂધ, કઠોળ, દાળના ભાવમાં પણ વધારો થયો છે. મોદી પરિવારના ઉષાબેન ગૃહિણી છે. તેમનું કહેવું છે કે, મોંઘવારી વધી છે પરંતુ તેમના પતિના પગારમાં વધારો નથી થયો. જેથી તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
મોંઘવારીમાં દરેક વસ્તુના વધતા ભાવ એક તરફ લોકોની ચિંતાનું કારણ બની રહ્યાં છે, ત્યારે મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ તો જાણે વેઠાય ન રહેવાય જેવી બની છે. માર્ચ મહિનામાં આવેલા નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસના આંકડાઓ મુજબ, ફેબ્રુઆરીમાં જ ખાદ્ય તેલ અને વસાણા જેવા ઉત્પાદનોની ખરીદીએ સામાન્ય જનતાના બજેટ ઉપર સૌથી ઊંડી અસર વર્તાવી છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલની મોંઘવારીનો દર ૧૬.૪૪ ટકા રહ્યો છે.
ખાદ્ય તેલના ભાવ પાછલા ૧૧ વર્ષના ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચી ચૂકી છે. ૨૦૨૦ માં જે ખાદ્ય તેલના પ્રતિલીટર દીઠ ભાવ ૯૦-૧૦૦ રૂપિયા હતા, તે જૂન ૨૦૨૧ સુધીમા ૧૫૦-૧૬૦ રૂપિયા થયા હતા. અને હવે માત્ર ૯ મહિના બાદ જ ભાવ વધીને ૧૯૦-૨૦૦ રૂપિયા થઇ ચૂક્યો છે. માત્ર ખાદ્ય તેલ જ નહિ, પણ દરેક વસ્તુઓના ભાવ આમ જ વધ્યા છે. નિરંતર વધતી મોંઘવારીની સામે મધ્યમવર્ગી પરિવાર કઈ રીતે ગુજરાન ચલાવી રહ્યું છે