દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં ૧૬ ટકાનો જંગી વધારો નોંધાયો છેઃ દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે : મોંઘવારીનો માર, જનતા પરેશાન
: ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં ખેતપેદાશોમાં મોંઘવારી નડે છે. કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. રોજેરોજ ભાવના નવા ચાર્ટ બને છે, અને તેમાં વધારો જ થઈ રહ્યો છે. આમાં, હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંદ્યા થવા લાગ્યાં છે. છેલ્લા એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં ૧૬ ટકાનો જંગી વધારો થયો છે. આ ભાવ વધારાના અનેક કારણ છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજો અને હોસ્ટેલો ખૂલતા તેમજ પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. સાથે જ કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં ૧૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. ૧૫ રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના ૧૨૫ રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં ૨૫ થી ૩૦ ટકાનો દ્યટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન દ્યટી રહ્યું છે, જેને કારણે ભાવ વધારો નડી રહ્યો છે. રોજ રાત્રે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થાય તો લોકોને આંચકો લાગે છે. સતત ૧૫ દિવસથી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે પેટ્રોલમાં ૮૦ અને ડીઝલમાં ૮૨ પૈસાનો વધારો થયો છે. CNGની કિંમતમાં ૬.૪૫ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ગુજરાત ગેસે કિલોદીઠ ૬.૪૫ રૂપિયા કિંમત વધા