ઉના -ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી છકડા રિક્ષાને હડફેટે લેતા બાલુભાઇ રાઠોડ નામના મુસાફરનું ગંભીર ઇજા બાદ તેનું મોત નીપજયુ હતુ. અને અન્ય એકને ઇજા પહોંચી ગઇ છે.
ઉનાના ગરાળ ગામના બાલુભાઇ ગીગાભાઇ રાઠોડ (ઉ.વ.ર૩) ગરાળ ગામના છકડા રીક્ષા ચાલક બાબુભાઇ રાજાભાઇ ભાલીયાની રીક્ષા નં.જી.જે.૧૩.યુ. ૩૧૧૬માં બેસી ઉના આવતા હતાં. ત્યારે ઉનાથી ૬ કિ.મી. દુર ગોપીનાથ પેટ્રોલીયમ પંપ પાસે રીક્ષા ઉભી રાખી હતી. ત્યારે રોંગ સાઇડમાં એક ટ્રક નંબર જી.જે.-૦૪-એજી ૪૮પ નંબરના ચાલક પુરઝડપે બેદરકારીથી ટ્રક ચલાવી છકડા રિક્ષા સાથે ભટકાવતા રીક્ષામાં બેઠેલ બાલુભાઇ ગીગાભાઇ રાઠોડનું ઉલળી રોડ ઉપર પટકાતાં માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ મોત થયુ હતુ. રીક્ષા ચાલક પણ ઇજા થતા દવાખાને સારવાર માટે ખસેડેલ હતુ