આ પ્રસંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ ખંભાળિયા રેલ્વે સ્ટેશન પર કવર શેડ અને પાણીના ફુવારાની સુવિધા મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, ખંભાળિયા યાર્ડ ખાતે નવનિર્મિત લિમિટેડ હાઇટ સબવે નં.234ના નિર્માણથી સામાન્ય જનતાને વારંવાર ફાટક બંધ થવાના કારણે માર્ગ બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અવસર પર ખંભાળિયા શહેરની વિભિન્ન સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા સાંસદનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું.