દાહોદના કાંટુ ગામે સામાન્ય ઝઘડામાં બે બાળકોનું અપહરણ કર્યા બાદ હત્યા

આ મામલે સામાન્ય ઝઘડામાં ગામના જ આરોપી યુવકે એક જ ઘરના બે માસુમ બાળકોની હત્યા કરતા આખા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે અને ઘરમાં એક સાથે બે બાળકોની હત્યાથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે ત્યાં જ ગામમાં પણ આરોપી યુવક સામે ફિટકારની લાગણી વરસી રહી છેદાહોદ (Dahod)ના કાંટુ ગામના બે ગુમ થયેલ સગીર ભાઈની લાશ (Dead Body) મળી આવતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મંગળવારના દિવસે બન્ને ભાઈનુ ગામના જ એક યુવકે અપહરણ (Kidnapping) કર્યુ હતુ અને જે બાદ આરોપીએ સામાન્ય ઝઘડામા બન્ને બાળકોની હત્યા (Murder) કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક બંન્ને બાળકો 10 વર્ષીય અને એક 12 વર્ષીય બાળકની છે. આ મામલે એક બાળકની લાશ જંગલમા રોડની બાજુમાંથી પથ્થર નીચે દબાયેલી મળી હતી તો અન્ય બાળકની લાશ કુવામાંથી મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામના બે બાળકો ગત મંગળવારના રોજ ગુમ થયા હતા. જે બાદ આજે બંને સગીર ભાઇઓની લાશ મળી આવી હતી. આરોપીએ સામાન્ય ઝઘડામાં આ બન્ને બાળકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેમની હત્યા કરી લાશને અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી