ભાણવડ રોડ પર ભટગામ પાસે આવેલ એક ખાનગી કંપનીના સ્ટોક યાર્ડમાં શોટ સરકીટથી આગ ફાટી નીકળતા લાકડા, વાયર તથા અન્ય સાધનોમાં આગ ભભૂકતા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેની ધુમાડાની આસપાસનો વિસ્તાર છવાઇ ગયો હતો. બનાવ અંગે ખંભાળિયા પાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઇટર સાથે સ્ટાફે પહોંચી જઇને ચીફ ફાયર ઓફિસર શ્રી પરમારના માર્ગદર્શનમાં કલાકોની જહેમત પછી આગ કાબુમાં લીધી હતી જોકે યાર્ડની અનેક વસ્તુઓ ભસ્મીભૂત થઇ ગઇ હતી તથા ઠેરઠેર લાગેલી આગથી આખો વિસ્તાર ભયભીત પણ થઇ ગયો હતો