ધોરાજીની ભુખી ચોકડી પાસે ગઇ રાત્રે ડબલ સ્વારી બાઇક ચાલકોને ઇકો કારે ઠોકર મારતા અકસ્માત થતા રોડ પર ટ્રાફીક જામ થઇ ગયેલ હતો.આ બનાવની જાણ થતા ૧૦૮ દ્વારા ઘાયલો ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લાવેલ હતા. જેમના નામો સાગર દેવશીભાઇ ડાંગર ઉ.વ.ર૩ રહે. ગોંડલ અને સુનિલ મગનભાઇ પરમાર ઉ.વ.ર૪ રહે. જુનાગઢ વાળાઓને ગંભીર ઇજાઓ થતા જુનાગઢ વધુ સારવાર માટે ખસેડાયલ હતાં.
અકસ્માત બાદ પોલીસ દ્વારા ટ્રાફીક ખુલ્લો કરાયો હતો. આ બનાવ અંગે ધોરાજી પોલીસના જમાદાર વિ. આર. વાણવી તપાસ ચલાવી રહેલ છે.